ભલે તમે મન થી ગમે તેટલા યુવાન હો પણ ,સાચે જ જયારે ઢળતી યુવાની અને ઢળતી યુવાવસ્થા નો સમય આવે છે ત્યારે ચહેરા પર ની ની કરચલીઓ આપણી વૃદ્ધાવસ્થા પ્રદર્શિત કર્યા વગર રહેતી નથી
ચહેરા પર કરચલીઓ પડવાના કારણો કયા છે: #Reasons for Wrinkles on face
- વધુ પડતા સૂર્યપ્રકાશ (આકરા તડકા) માં વધુ સમય રહેવું
સૂર્ય પ્રકાશ માં અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે જેને કારણે સૂર્યપ્રકાશ માં વધુ સમય રહેવાથી ચહેરા ઉપર કરચલીઓ પડે છે
- શરીર ની જરૂરિયાત કરતા ઓછું પાણી પીવું
આપણી રોજિંદી જરૂરિયાત કરતા ઓછુ પાણી પીવામાં આવે તો ત્વચા શુષ્ક #dehydrated skin થઇ જાય છે અને તવચા માં રહેલું moisture જળવાતું નથી અને કરચલીઓ પડી જાય છે
- દારૂ , તમાકુ નું સેવન / ધુમ્રપાન
ધુમ્રપાન કે તમાકુ નું સેવન કરવાથી શરીર માં #free radicals નું પ્રમાણ વધી જાય છે તેમજ લોહી નું પરિભ્રમણ અસામાન્ય થઇ જાય છે જેને કારણે ત્વચા પર કરચલીઓ પડે છે.
- અપૂરતી ઊંઘ #inadequate sleep #lac of sleep
અપૂરતી ઊંઘ ને કારણે શરીર માં cortisol નામના અંતઃસ્ત્રાવ નું પ્રમાણ વધી જાય છે જે ત્વચા ના કોષો ને તોડી નાખે છે અને કરચલીઓ પડે છે જો પૂરતી ઊંઘ લેવામાં આવે તો શરીર માં HGH (#human growth hormone ) નું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે જેથી ત્વચા જાડી,સ્થિતિસ્થાપક અને કરચલીઓ રહિત બને છે
- શરીર માં #collagen કોલેજન નામના પ્રોટીન નો અભાવ
કોલેજન એ એક પ્રકારનું શરીર માં બનતું પ્રોટીન છે જે ત્વચા ને સ્થિતિસ્થાપકતા ,ભીનાશ તથા પોષણ આપે છે , જો શરીર માં કોલેજન ની ઉણપ હોય તો ત્વચા ઉપર કરાહકળીઓ પડે છે
ચહેરા ઉપર ની કરચલીઓ થી બચવા શું કરવું જોઈએ ?
- સીધા સૂર્યપ્રકાશ માં નીકળવાનું ટાળવું જોઈએ , જો જવું પડે તો ચહેરા ઉપર SPF વાળું સનસ્ક્રીન લોશન લગાડવું અથવા ચહેરા ને પૂરો ઢાંકી દેવો જેથી અલ્ટ્રાવાયોલેટ કિરણો થી બચી શકાય
- આપણા શરીર ની જરૂરિયાત મુજબ પાણી પીવું અને ત્વચા ને hydrated રાખવી , ઉનાળામાં ચહેરા ઉપર બરફ ઘસવો
- દારૂ, તમાકુ નું સેવન કે ધુમ્રપાન સદંતર બંધ કરી દેવું જોઈએ
- ઓછામાં ઓછી છ થી સાત કલાક ની ઊંઘ લેવી જોઈએ જેથી શરીર માં #cortisol નું પ્રમાણ ઘટે અને HGH નું ઉત્પાદન સારાપ્રમાણ માં થઇ શકે
- રોજિંદા ખોરાક માં લીલા પાંદડા વાળા શાકભાજી ,ફળો ,સલાડ, ડ્રાયફ્રુટ તેમજ દૂધ,દહીં છાસ નો સમાવેશ કરવો જોઈએ
કુદરતે ઘડેલી ઘટમાળ મુજબ વૃદ્ધાવસ્થા ને આવતી આપણે રોકી શકતા નથી પરંતુ સભાન થઇ ને જીવન જીવીશું તો વૃદ્ધાવસ્થા #aging process ને જરૂર થી પાછી ઠેલી શકીશું