Uncategorized

ભુખ નથી પણ ખવાઈ જાયછે ને પછી વજન વધી જાયછે #overeating

ઈશ્વરે આપણા શરીરમાં એવી અદભુત રચના કરી છે કે તે દ્વારા જયારે પણ આપણા શરીર ને ખોરાક ની જરૂર હોય ત્યારે જ ભૂખ લાગે છે , પરંતુ આજકાલ બદલાયેલી કિવન શૈલી ને કારણે , ઘણા બધા કિસ્સા ઓ માં એવું જોવા મળે છે કે આપણને ખોરાક ની જરૂર ના હોય ત્યારે પણ ખવાઈ જાય છે અને તે ખોરાક માં થી મેળવાયેલી કેલરી શરીર માં જમા થઇ ને રેહી જાય છે અને પરિણામે વજન વધી જાય છે 

કદાચ આ સમસ્યા તમારી પણ હોઈ શકે છે આજે આપણે તેના સંભવિત કારણો જાણીએ 

1)-અપૂરતી ઊંઘ #sleep

જયારે તમે પૂરતી ઊંઘ લેતા નથી ત્યારે આપના શરીર માં  ghrelin નામના હોર્મોન્ નો સ્ત્રાવ વધી જાય છે જેને કારણે ભુખ ના હોય તો પણ ખવાઈ જાય છે 

2)-તણાવ / ચિંતા #anxiety #depression

તણાવ ના હોવો એ આજના જમાનામાં લગભગ અશક્ય છે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કારણથી તણાવ નો ભોગ બને છે તેમાં પણ  જે લોકો પોતાની લાગણીઓ ઉપર કાબુ નથી રાખી શકતા તેમને તણાવ ઘટાડવા માટે કંઈક ખાવાની રુચિ થાય છે અને એ વખતે શક્ય છે પેટ ભરેલું પણ હોય છતાં ખવાઈ જાય છે 

3)- મિત્રો / સગા સંબંધી નો આગ્રહ  #partyeating

જયારે પણ આપણે પાર્ટી માં,   કોઈના ઘરે અથવા લગ્નમાં જમવા જઈએ ત્યારે સ્વાભાવિક છે મિત્રો 

અને સગા સંબંધીઓ આગ્રહ કરવાનાં જ અને તે આગ્રહ ને વશ  થઇ આપણે ભુખ કરતા વધારે ખાઈ લઈએ છીએ 

4)-માદક પીણાંનું સેવન #alcohol consumption

દારૂ નું સેવન કરતા લોકો માં બાઇટિંગ ના નામે તળેલી અને કેલરી વાળી વાનગીઓ ખાવાની આદત ખુબ સામાન્ય છે તે ઉપરાંત દારૂ ના સેવન પછી ભોજન લેતી વખતે પેટ ભરાઈ  જવાનુ ભાન રહે નહિ તેવું બની શકે છે 

આ કારણો વિશે સભાન રહેવાથી આપ જરૂરથી ભુખ વગરનું ભોજન અટકાવી શકશો 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *