Uncategorized

આપણી આદતો જે મગજ ની તંદુરસ્તી માટે હાનિકારક છે | Hobbits which are harmful to our mind

આપણી આદતો જે મગજ ની તંદુરસ્તી માટે  હાનિકારક છે

શારીરિક સ્વાસ્થ્ય વિષે સજાગ બની રહેલો આજનો સમાજ હજુ માનસિક સ્વાસ્થ્ય વિષે એટલો સજાગ નથી , અલબત્ત છેલ્લા બે દાયકા માં સરેરાશ માનવી  ના માનસિક સ્વાસ્થ્ય નું સ્તર ઉત્તરો ઉત્તર નીચું જતું જાય છે અને તેની અસરો શારીરિક સ્વાસ્થ્ય ઉપર જોવા મળે છે 

આજે આપણે આપણી જીવન શૈલી ના કેટલાક એવા પરિબળો વિષે ચર્ચા કરીશું જે પ્રત્યે સભાન રહેવું અત્યંત આવશ્યક છે 

1-પૂરતી ઊંઘ ના લેવી 

સમય સર સુઈ જવું અને સમય સર ઉઠી જવું એ મગજ ની તંદુરસ્તી માટે ખુબજ જરુર્રી છે ,અકારણ ઉજાગરા કરવા,સુવાના અને ઉઠવાના સમય માં અનિયમિતતા હોવી, તે મગજ ની તંદુરસ્તી માટે હાનિ કારક છે તેમ કરવાથી યાદશક્તિ ક્ષીણ થાય છે અને દિવસ દરમિયાન કામ માં પૂરતું ધ્યાન આપીશકાતું નથી ,બને તો સુવાના સમય માં ચા ,કોફી,કોલ્ડ્રીંક લેવા જોઈએ નહિ વળી નશાકારક પીણાં તો બિલકુલ ના લેવા જોઈએ 

2-વધુ પડતી એકલતા 

હંમેશા જીવન માં સાગા સંબંધી , મિત્રો નો સાથ રાખવો જોઈએ , જયારે પણ એકલતા સાલે ત્યારે તેમની મુલાકાત ,તમની સાથે ભોજન , સાથે ખરીદી કરવા જવું જોઈએ જે માનસિક સવાસ્થ્ય માટે હિતાવહ છે 

3-વધુ પડતા જંક ફૂડ નું સેવન #fastfood#junk food

અનેક સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે જે લોકો વધુ પડતા જંક ફૂડ નું સેવન કરે છે તેમની યાદ શક્તિ,કૈક નવું શીખવાની ક્ષમતા તેમજ કોઈ કામ માં એકાગ્રતા રહેતી નથી 

4-હેડ ફોન નો મોટો અવાજ (volume ) રાખી ને સંગીત સાંભળવું 

હેડ ફોન નો મોટો અવાજ રાખી ને સંગીત સાંભળવાથી શ્રવણ શક્તિ ઓછી થઇ જાય છે અને તેને કારણે મગજ ની નસો ને પણ અસર થાય છે ,જે ડૅમેજ થઇ શકે છે 

5-બેઠાડુ જીવન #sedentorylifestyle

જેની જીવન શૈલી તદ્દન બેઠાડુ હશે ,જે કોઈ પણ પ્રકારની હળવી કસરત નહિ કરતા હોય , તેને ડાયાબિટીસ ,બ્લડ પ્રેસર ,કોલેસ્ટેરોલ જેવા મેટાબોલિક ડીસીસ નો ભોગ બનવું પડે છે અને તેને પરિણામે તેમના મગજ અને જ્ઞાનતંતુ ઉપર હાનિ કારક અસર પડે છે 

6-દારૂ અને તમાકુ નું સેવન #Alcohol #tobaco

દારૂ અને તમાકુ ના સેવન ને કારણે મગજ ના કોષો સંકોચાઈ જાય છે. જેને કારણે યાદ શક્તિ તમજ મગજ ની વિચારવાની શક્તિ ક્ષીણ થતી જાય છે 

7-વધુ પડતા અંધારિયા વાતાવરણ માં રહેવું 

અનેક શંશોધનો દ્વારા જણાયું છે કે વધુ પડતા અંધારા માં રહેનાર વ્યક્તિ ઝડપથી ડિપ્રેશન અને અન્ય માનસિક રોગો નો શિકાર બની શકે છે , જયારે સૂર્યપ્રકાશ અને અજવાળા માં મગજ વધુ સારી રીતે કામ કરે છે 

બસ તો આજથી જીવન માં જરૂરી બદલાવ લાવી ને માનસિક તંદુરસ્તી વિષે સભાનતા કેળવો 

નિલેશ સોની 

Diet,Nutrition & Wellness 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *