Uncategorized

Hormonal Imbalance #હોર્મોનલ ઈમબેલેન્સ

કુદરતે  બનાવેલી અદભુત  શરીર રચના માં પુરુષ અને સ્ત્રીઓ ના હોર્મોન્સ એક ચોક્કસ માત્રા માં જરૂર મુજબ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માં થી નીકળતા હોય છે. 

જયારે જયારે પણ આ હોર્મોન્સ ની માત્ર માં ઘટાડો કે વધારો  થાય છે ત્યારે શરીર માં નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે ,શરીર માં હોર્મોન્સ નું નિયંત્રણ એન્ડોક્રાઈન સિસ્ટમ દ્વારા થતું હોય છે, પુરુષ  અને સ્ત્રીઓ માં યુવાની બાદ ઉમ્મર ના દરેક પડાવ ઉપર હોર્મોંન ની  વધ ઘટ થતી હોય છે પરંતુ જયારે જયારે પણ આ ફેરફારો તેની નિશ્ચિત માત્રા કરતા વધી જાય અથવા ઘટી  જાય ત્યારે  તેને હોર્મોનલ ઈમબેલેન્સ (hormonal  imbalance )કહેવા માં આવે છે  

આજે આપણે સ્ત્રી ઓ માં થતા હોર્મોનલ ઈમ્બેલેન્સ વિષે જાણીશું 

સામાન્ય રીતે સ્ત્રીઓ માં નીચેના લક્ષણો માં ના એક અથવા એક થી વધુ લક્ષણ જોવા મળે છે 

  • વજન માં વધારો થવો અથવા કોઈ પણ પ્રયત્ન  હોય છત્તા વજન ઘટી જવું 
  • શરીર માં સુસ્તી આવી જવી , થાક લગાવો 
  • સ્નાયુઓ ની નબળાઈ ,અથવા સ્નાયુઓ દુખાવા 
  • સાંધા જકડાઈ જવા અને સાંધાઓ માં દુખાવો થવો 
  • પિરિયડ માં અનિયમિતતા આવી જવી 
  • ઊંઘ બરાબર ના આવવી 
  • ત્વચા શુસ્ક થઇ જવી 
  • યાદશક્તિ માં ઘટાડો થવો 
  • મૂડ બદલાતો રહે છે , ક્યારેક ચીડિયા પાનું અને અકારણ ગુસ્સો આવી જાય છે 
  • વધુ પડતી તરસ લાગે છે અને વધુ પડતો પરસેવો થાય છે 
  • માથા માં દુખાવો અને માથું ભારે થઇ જતું હોય છે 

કઈ સ્ત્રીઓ માં ઉપરના લક્ષણો વધારે જોવા મળે છે? 

  • જે સ્ત્રીઓ વધુ પડતી લાગણીશીલ હોય અને જે વધુ પડતા માનસિક તણાવ માં રહેતી  હોય 
  •   જેને ખાન પાન ની અકુદરતી આદતો  હોય જેમકે  ઠંડો ,વાસી બજારુ ખોરાક લેવો ,જંક ફૂડ ,processed food ,કેમીકલ તથા preservative યુક્ત ખોરાક લેવો ,પ્લાસ્ટિક ના નુકશાનકારક containers માં ખોરાક નો સંગ્રહ કરવો અને તેમાં ખોરાક લેવો આ પ્રકારની ખાન પાન ની આદતો  વધુ પડતા હોર્મોનલ ઈમબેલેન્સ નું કારણ  બની  શકે છે.
  • પૂરતી ઊંઘ અને આરામ ના લેવાતો હોય 
  • જેને  ડાયાબિટીસ ,થાઇરોઇડ હોય 
  • જેની જીવન શૈલી બેઠાડુ હોય 
  • મેનોપોઝ ,અને ગર્ભાવસ્થા દરમિયાન 

હોર્મોનલ ઈમબેલન્સ વિષે કેવી રીતે જાણી શકાય ?

જયારે પણ ઉપર જણાવેલા લક્ષણો વધુ સમય સુધી જોવા મળે ત્યારે , વિલબ કર્યા વગર ગાયનેકોલોજીસ્ટ અથવા એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉક્ટર નો સંપર્ક કરવો 

આપના લક્ષણો તથા આપની  જાણી ને તેઓ નિદાન કરી શકશે 

હોર્મોનલ ઈમબેલેન્સ વિષે વધુ માહિતી મેળવવા ,બ્લડ ટેસ્ટ,અને ક્યારેક સોનોગ્રાફી,એક્સ રે, અને અન્ય રેડિઓલોજી ના ટેસ્ટ પણ કરવા પડે છે.

#hormonal imbalance #weightgain #sleep#menopause

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *